સાજડીયાળી પ્રાથમિક શાળા તા.ગોંડલ જી.રાજકોટ (શાળા દર્પણ)
- સાજડીયાળી પ્રાથમિક શાળાની એક નવી પહેલ, વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન ઘરે બેઠા મેળવો આપના મોબાઈલમાં. જેના માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને વિદ્યાર્થીના પરિક્ષાના સીટ નંબર સાથે જન્મતારીખ dd/mm/yyyy ફોર્મેટમાં એન્ટર કરી સબમીટ કરો. વિદ્યાર્થીના સીટ નંબર તેના ધોરણ અને હાજરી નંબર આધારે જનરેટ થયેલ છે. જેમ કે ધોરણ 3 માં રોલ નંબર 8 હોય તો વિદ્યાર્થીના સીટ નંબર 308 થશે.... જે આપેલ લિંક ઉપર 308 લખશો તો તે વિદ્યાર્થી નું રીઝલ્ટ બતાવશે...
- સાજડીયાળી પ્રાથમિક શાળાની વર્ષ 2023-2024ની આછેરી જલક.
- સાજડીયાળી પ્રાથમિક શાળામાં 75માં પ્રજાકસતાકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં ધોરણ (બાલવાટીકા સહીત) 1 થી 8 ના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ સહીત ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગત વર્ષ 2022-2023માં સારા પ્રાપ્તાંકો મેળવી પ્રથમ અને દ્વિતીય નંબર મેળવનાર બાળૅકોને મોમેંટો અર્પણ કરી નવાજવામાં આવ્યા હતા. આ સંંપુર્ણ કાર્યક્રમની હાઈલાઈટ્સ માણી શકો છો.
- સાજડીયાળી પ્રાથમિક શાળામાં શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં બાળકોને અમદાવાદ વૈશ્નોદેવી મંદીર, ત્રીમંદીર, અડાલજની વાવ, ગાંધીનગર વિધાનસભા ભવન, અક્ષરધામ તેમજ ઈન્દ્રોડાપાર્કની મુલાકાત લેવામાં આવેલી હતી. તમામ બાળકો તથા શિક્ષકોના અનેરા ઉત્સાહથી પ્રવાસનું આયોજન સફળ રહ્યુ હતું.
- બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023માં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી કોરાટ ફોરમબેન અને સોલંકી રાશીબેન સાથે મર્ગદર્શક શિક્ષક જયદીપભાઈ વડુકિયાએ શાળાનું નામ રોશન કરેલ છે.
- સાજડીયાળી પ્રાથમિક શાળામાં 108 એમ્બ્યુલંસનું પ્રત્યક્ષ નિદર્શનનું આયોજન કરવામાં આવેલુ.



No comments:
Post a Comment